કુંવરબાઈનું મામેરું યોજના 2023| Kuvarbai Nu Mameru Yojana Online Form

ગુજરાત સરકાર દ્વારા વિવિધ વિભાગો કાર્યરત છે. દરેક વિભાગ દ્વારા અલગ-અલગ કામગીરીમાં કરવામાં આવે છે. ગુજરાતના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા વિવિધ સરકારી યોજનાઓ ચલાવવામાં આવે છે. આ યોજનાઓ E Samaj Kalyan Portal પર ચલાવવામાં આવે છે. ઈ-સમાજ કલ્યાણ પોર્ટલ પર માનવ ગરિમા યોજના, વિદ્યાર્થીઓને વિદેશ અભ્યાસ લોન, ડૉ.આંબેડકર આવાસ યોજના, કુંવરબાઈનું મામેરું યોજના વગેરે યોજનાઓ ચાલે છે. આ આર્ટિકલ દ્વારા કુંવરબાઈનું મામેરું યોજના 2023 વિશે વિગતવાર વાત કરીશું. Kuvarbai Nu MameruYojana Online Form કેવી રીતે ભરવું તેની માહિતી મેળવીશું.

ગુજરાત રાજ્યમાં ગરીબ પરિવારોની દિકરીઓના કલ્યાણ માટે ઘણી બધી કલ્યાણકારી યોજનાઓ ચાલે છે. જેમાં કુંવરબાઈનું મામેરું યોજનાનો સમાવેશ થાય છે. આ લગ્ન સહાય યોજના દ્વારા ગરીબ પરિવારોને સિધી આર્થિક રીતે મદદરૂપ થવાના ઉદ્દેશ રહેલો છે. લગ્ન કરેલી દીકરીઓને DBT (Direct Benefit Transfer) દ્વારા સીધી એમના બેંક ખાતામાં સહાય ચૂકવાય છે. કુંવરબાઈનું મામેરું યોજના એસ.સી વર્ગની કન્યાઓને, ઓ.બી.સી વર્ગની દીકરીઓને તથા આર્થિક રીતે નબળા પરિવારોની દીકરીઓના લગ્નકર્યા પછી લાભ આપવામાં આવે છે. આ યોજનામાં લાભાર્થી દીકરી દીઠ રૂપિયા 12000/- રૂપિયા જમા કરવામાં આવે છે.

કુંવરબાઈનું મામેરું યોજનાનો હેતુ 

રાજયની આર્થિક રીતે નબળા વર્ગના પરિવારમાં જ્યારે દીકરીના લગ્ન થાય, ત્યારે આર્થિક મદદ થવાના ભાગરૂપે કુંવરબાઈનું મામેરૂ યોજનાનો લાભ આપવામાં આવે છે. આ યોજના દ્વારા દિકરીના જન્મને પ્રોત્સાહન મળે અને સમાજમાં બાળલગ્ન અટકે આ હેતુથી આ યોજના અમલી બનાવેલ છે.

Hightlight Point

યોજનાનું નામ Gujarat Kuvarbai nu Mameru Yojana 2023
આર્ટિકલની ભાષા ગુજરાતી અને અંગ્રેજી
યોજનાનો હેતુ રાજ્યમાં જરૂરિયાતમંદ દીકરીઓને લગ્ન બાદ
નાણાંકીય આપવામાં આવે છે.
લાભાર્થી ગુજરાત રાજ્યની પાત્રતા ધરાવી કન્યાઓ
Application Mode Online
Kuvarbai Nu MameruYojana Amount -1 તારીખ-01/04/2021 પહેલાં લગ્ન કરેલા હોય તો
તેવી કન્યાઓને 10,000 રૂપિયા સહાય
Kuvarbai Nu MameruYojana Amount -2 ગુજરાતની કન્યાઓએ તારીખ-01/04/2021 પછી
લગ્ન કરેલા હોય તો તેવી કન્યાઓને 12,000 રૂપિયા સહાય
Kuvarbai Nu MameruYojana Website (Official) https://esamajkalyan.gujarat.gov.in/

કુંવરબાઈનું મામેરું યોજના 2023 માટેની પાત્રતા

કુંવરબાઈનું મામેરું યોજના ફોર્મ માટે Social Justice & Empowerment Department –SJED દ્વારા પાત્રતા નક્કી થયેલી છે. જે નીચે મુજબ છે.

  • લાભાર્થી ગુજરાત રાજ્યનો મૂળ વતની હોવો જોઈએ.
  • અરજદાર આર્થિક રીતે નબળા પરિવાર હોવો જોઈએ.
  • એક પરિવારમાં 2 પુખ્તવયની દિકરીના લગ્ન માટે kuvarbai nu mameru yojana Gujarat  નો લાભ મળશે.
  • લાભાર્થીના પુન:લગ્નના કિસ્સામાં આ યોજના મળશે. વિધવા પુન:લગ્નના કિસ્સામાં પણ આ યોજનાનો લાભ મળશે.
  • કન્યાના લગ્ન બાદ 2 વર્ષની સમય મર્યાદામાં Kuvarbai Nu Mameru Form Online Apply કરવાનું રહેશે.
  • સાત ફેરા સમૂહલગ્ન આયોજિત કાર્યક્ર્મમાં ભાગ લેનાર દીકરીઓને કુંવરબાઈનું મામેરૂ યોજનાની સહાય મળવાપાત્ર થાય.
  • સમાજના તથા અન્ય સમૂહલગ્નમાં ભાગ લેનાર લાભાર્થી કન્યાને સાત ફેરા સમૂહલગ્ન યોજના તેમજ કુંવરબાઈનું મામેરૂ યોજનાની તમામ શરતો પરિપૂર્ણ કરતી હોય તો આ બન્ને યોજનાઓ હેઠળ લાભ મેળવવા પાત્ર રહેશે.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *