Rojgar Market

ROJGAR MARKET

Gyan Sadhana Scholarship 2023 /જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના

ધોરણ ૯ થી ૧૨ માં  અભ્યાસ કરતા  વિધાર્થી માટે ગુજરાત રાજય સરકાર દવારા Gnan sadhana scholarship yojna 2023 બહાર પાડવામાં આવી છે .ભણવામાં હોશિયાર વિધાર્થી આનો લાભ લઇ ઊંચ શિક્ષણ મેળવી શકે છે .તમામ માહિતી નીચે આપેલ છે .

Table of Contents

  • Gyan Sadhana Scholarship
  • How to Online Apply Gyan Sadhana Scholarship 2023 | જ્ઞાન સાધના કસોટી ઓનલાઈન અરજી કેવી રીતે કરવી?
    • જ્ઞાન સાધના પરીક્ષાનો અભ્યાસક્રમ.
      કેન્‍દ્ર સરકારના રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ હેઠળ ગરીબ અને આર્થિક રીતે પછાત વર્ગના બાળકોને મફત શિક્ષણ આપવામાં આકે છે. આ શિક્ષણ ખાનગી સ્કૂલોમાં 25 % પ્રમાણે પ્રવેશ આપવામાં આવે છે. બાળકોને ધોરણ-1 થી 8 સુધી મફત શિક્ષણ આપવામાં આવે છે. પરંતુ આ બાળકોમાં જ્યારે ધોરણ-9 માં આવે ત્યારે ગરીબીના કારણે શિક્ષણ અધવચ્ચે છોડી દેતા હોય છે. જેને ધ્યાને રાખીને રાજ્ય સરકાર દ્વારા જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના અમલી બનાવેલ છે.
    • જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના શું છે?

    •   ગુજરાત સરકાર દ્વારા દર વર્ષે જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના હેઠળ રૂપિયા 25,000/- ની સ્કોલરશીપ આપવામાં આવે છે. જેના માટે વિદ્યાર્થીઓએ સ્કોલરશીપની પરીક્ષા પાસ કરવાની રહેશે. આ સ્કોલરશીપ હેઠળ વિદ્યાર્થીને ધોરણ 9 થી 10 સુધીના અભ્યાસ દરમિયાન વાર્ષિક ₹20,000 તથા ધોરણ 11 અને 12 ના વિદ્યાર્થીઓને વાર્ષિક 25,000/- ની સ્કોલરશીપ આપવામાં આવશે. જો કે શાળાકીય વર્ષ દરમિયાન વિદ્યાર્થીઓની 80 ટકા હાજરીના આધારે જ આ સ્કોલરશીપ સહાય ચૂકવવામાં આવશે. આ સ્કોલરશીપની રકમ વિદ્યાર્થીના ખાતામાં DBT (ડાયરેક્ટ બેનેફિટ ટ્રાન્સફર)થી જમા કરવામાં આવશે.
    • Highlight Point Of Gyan Sadhana Scholarship 2023

      આર્ટિકલનું નામ જ્ઞાન સાધના સ્કોલરશીપ । Gyan Sadhana Scholarship
      પરીક્ષા કોણ લેશે? રાજ્ય પરીક્ષા બોર્ડ, ગાંધીનગર
      ક્યા ધોરણના વિદ્યાર્થીઓને સહાય મળવાપાત્ર છે? ધોરણ 9 થી 12
      સહાયની રકમ રૂપિયા 25,000/- સુધી
      પરીક્ષા કેટલા ગુણની હોય છે?  120 ગુણ  150 મિનિટ
      અધિકૃત વેબસાઇટ https://www.sebexam.org/

      જ્ઞાન સાધના  સ્કોલરશીપ માટેની પાત્રતા

      • સરકારી અથવા અનુદાનિત પ્રાથમિક શાળાઓમાં ધોરણ- 1  થી 8 નો સળંગ અભ્યાસ કરેલો હોય અને ધોરણ-8 માં અભ્યાસ કરતા હોય કે ઉત્તીર્ણ થયેલ હોય તેવા વિદ્યાર્થીઓ.
      • RTE AC-200 ની કલમ-12 (1)(સી)ની જોગવાઈ હેઠળ સ્વનિર્ભર શાળાઓમાં 25% ની મર્યાદામાં હોય. જે તે સમયે ધોરણ-1 માં પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓ કે, જેઓ ધોરણ-8 માં અભ્યાસ કરતા હોય કે ઉત્તીર્ણ થયેલ હોય તેવા વિદ્યાર્થીઓને લાભ મળશે.
      • જે વિદ્યાર્થીઓના વાલીની કુટુંબની વાર્ષિક આવક શહેરી વિસ્તારમાં રૂ.1,50,000/- (એક લાખ પચાસ હજાર) તેઓને લાભ મળશે. ગ્રામ્ય વિસ્તાર માટે રૂ. 1,20,000/- (એક લાખ વીસ હજાર) કરતા વધુ ન હોય તેવા વિદ્યાર્થીઓ કસોટી આપી શકશે.
      • જ્ઞાન સાધના  સ્કોલરશીપ માટેની પાત્રતા

        • સરકારી અથવા અનુદાનિત પ્રાથમિક શાળાઓમાં ધોરણ- 1  થી 8 નો સળંગ અભ્યાસ કરેલો હોય અને ધોરણ-8 માં અભ્યાસ કરતા હોય કે ઉત્તીર્ણ થયેલ હોય તેવા વિદ્યાર્થીઓ.
        • RTE AC-200 ની કલમ-12 (1)(સી)ની જોગવાઈ હેઠળ સ્વનિર્ભર શાળાઓમાં 25% ની મર્યાદામાં હોય. જે તે સમયે ધોરણ-1 માં પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓ કે, જેઓ ધોરણ-8 માં અભ્યાસ કરતા હોય કે ઉત્તીર્ણ થયેલ હોય તેવા વિદ્યાર્થીઓને લાભ મળશે.
        • જે વિદ્યાર્થીઓના વાલીની કુટુંબની વાર્ષિક આવક શહેરી વિસ્તારમાં રૂ.1,50,000/- (એક લાખ પચાસ હજાર) તેઓને લાભ મળશે. ગ્રામ્ય વિસ્તાર માટે રૂ. 1,20,000/- (એક લાખ વીસ હજાર) કરતા વધુ ન હોય તેવા વિદ્યાર્થીઓ કસોટી આપી શકશે.
        • જ્ઞાન સાધના સ્કોલરશીપ હેઠળ કેટલી શિષ્યવૃત્તિ મળશે?

          આ સ્કોલરશીપ હેઠળ ઉત્તીર્ણ થયેલા વિદ્યાર્થીઓને નીચે મુજબ સ્કોલરશીપ મળશે.

          ●ધોરણ-9 થી 10 ના વિદ્યાર્થીઓને વાર્ષિક રૂપિયા 20,000 સ્કોલરશીપ મળશે.

             ●ધોરણ- 9 થી 12 ના વિદ્યાર્થીઓને રૂપિયા 25,000/- સુધી સ્કોલરશીપ મળશે.

          કસોટી આપવા માટે કેટલી ફી હોય છે?

          જ્ઞાન સાધના યોજના માટે વિદ્યાર્થીઓને ઓનલાઇન અરજી કરવાની હોય છે. જેના માટે વિદ્યાર્થીઓને કોઈ પ્રકારની ફી ભરવાની નથી.

          જ્ઞાન સાધના કસોટી પરીક્ષાનો કાર્યક્રમ (Exam Time Table)

          આ સ્કોલરશીપનો લાભ લેવા માટે અગાઉથી પરીક્ષાનો કાર્યક્ર્મ નક્કી કરેલો છે. જે નીચે મુજબ છે.

          ક્રમ વિગત તારીખ / સમયગાળો
          1 જાહેરનામું બહાર પાડવાની તારીખ 10/05/2023
          2 વર્તમાનપત્રોમાં કસોટી અંગે જાહેરાત પ્રસિધ્ધ થવાની તારીખ 11/05/2023
          3 વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન ફોર્મ ભરવાનો સમયગાળો 11/05/2023 ( બપોરના 3:00 કલાક( થી 26/05/2023 ( રાત્રીના 12:00 કલાક સુધી
          4 પરીક્ષા ફી નિ:શુલ્ક
          5 પરીક્ષાની તારીખ 11/06/2023

           

          How To Online Apply Gyan Sadhana Scholarship 2023 | જ્ઞાન સાધના કસોટી ઓનલાઈન અરજી કેવી રીતે કરવી?

          રાજ્યના પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓને આ સ્કોલરશીપનો લાભ મેળવવા માટે ઓનલાઈન અરજી કરવાની રહેશે. કેવી રીતે ઓનલાઈન અરજી કરવી તેની તમામ માહિતી નીચે મુજબ છે.

          • સૌ પ્રથમ Google Search માં “SEB Exam” સર્ચ કરો.
          • ત્યાર બાદ તેની અધિકૃત વેબસાઈટ “https://www.sebexam.org/ “ આવશે તેના પર ક્લિક કરો.
          • ત્યારબાદ Home Page પર દેખાતા “Apply Online” પર ક્લિક કરો.
          • હવે Application Format દેખાશે તેમા Aadhar UDI નાખવાનો રહેશે.
          • વિગતો ઓટો ફીલ જોવા મળશે. તે બરાબર છે કે કેમ? તે વિદ્યાર્થીએ ચેક કરી બાકીની વિગતો ભરવાની રહેશે.
          • જ્યાં લાલ ફુંદડીની નિશાની હોય તે વિગત ફરજિયાત ભરવાની રહેશે.
          • વિદ્યાર્થીએ તમામ માહિતી ભર્યા બાદ Confirm Application પર ક્લિક કરવાનું રહેશે.
          • છેલ્લે, હવે તમારો Confirm Number  Generate થશે. આ નંબર સાચવીની રાખવો.


          જ્ઞાન સાધના પરીક્ષાનો અભ્યાસક્રમ 2023

          વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપવા માટેનું પ્રશ્નપત્ર કુલ 120 ગુણનું રહેશે. જેમા તમામ પ્રશ્નો હેતુલક્ષી સ્વરૂપના (MCQ) રહેશે.

          • આ સ્કોલરશીપ મેળવવા માટે પરીક્ષાનું  માધ્યમ ગુજરાતી/અંગ્રેજી ભાષામાં રહેશે.
          • કુલ પ્રશ્નો 120 રહેશે. જેનો સમય 150 મિનિટ ( નોધ– પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓને પરીક્ષામાં 30 મિનિટ વધારાનો સમય આપવામાં આવશે.)
          કસોટીનો પ્રકાર કુલ પ્રશ્નો કુલ ગુણ
          1) MAT બૌધ્ધિક યોગ્યતા કસોટી 40 40
          2) SAT શૈક્ષણિક યોગ્યતા કસોટી 80 80

          FAQ- વારંવાર પૂછાતા પ્રશ્નો

          1. જ્ઞાન સાધના સ્કોલરશીપ 2023 અરજી કરવા માટે અધિકૃત વેબસાઈટ કઈ છે?

          જવાબ- જ્ઞાન સાધના સ્કોલરશીપ 2023 ના ઓનલાઈન ફોર્મ ભરવા માટેhttps://www.sebexam.org/ અધિકૃત વેબસાઈટ છે.

          2. જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજનામાં કેટલી સ્કોલરશીપ આપવામાં આવશે?

          જવાબ: આ સ્કોલરશીપ હેઠળ રૂપિયા 25,000/- સુધી સ્કોલરશીપ સહાય આપવામાં આવશે.

          3. Gyan Sadhana Scholarship Online Form ભરાવાના ક્યારથી ચાલુ થશે?

          જવાબ- જ્ઞાન સાધના સ્કોલરશીપના ઓનલાઈન ફોર્મ તારીખ 11/05/2023 થી ભરાવવાના ચાલુ થશે.

          4. જ્ઞાન સાધના સ્કોલરશીપ પરીક્ષા માટે ઓનલાઇન અરજી કરવાની કઈ તારીખ છેલ્લી ?

          જવાબ- આ પરીક્ષા માટે ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 26/05/2023 છે.

           

Spread the love

Leave a Comment